વારંવાર પૂછાતા પ્રશ્નો
કોણ ભાગ લઈ શકે?
વિશ્વના કોઇપણ ખૂણા માંથી કોઈ પણ બાળક કે જે 4 અને 16વર્ષની વચ્ચે હોય (કે જે 01.01.2007ના દિવસે કે તે પછી જન્મયા હોય અને 01.01.2019ને દિવસે કે પહેલાં જન્મયા હોય)તે પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
શું વયસ્કો સ્પર્ધામાં ભાગ લઈ શકે છે?
જો તમે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવ તો તમે તમારી જાતને પ્રમોટર તરીકે રજીસ્ટર કરાવી શકો છો. તમારી ભલામણના આધારે સ્પર્ધામાં જોડાનાર કોઈપણ બાળક તમારી ક્રેડિટમાં ઉમેરવામાં આવશે અને પ્રમોટરો જે વધુમાં વધુ એન્ટ્રીઓ આગળ વધારશે તેમને કેરળની મુલાકાત લેવા માટે કોમ્લિમેન્ટરી પ્રવાસ પેકેજો મળશે.
પ્રમોટર કોણ છે?
કોઈપણ કે જેની 18 વર્ષની વય હોય તે આ કોન્ટેસ્ટ માટે પ્રમોટર તરીકે રજીસ્ટર કરાવી શકે છે. આ કાર્ય સ્વૈચ્છિક છે, અને પ્રમોટરોને કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં આવશે નહીં.
શું આ સ્પર્ધા માટે કોઇપણ દાખલ થવાની ફી છે?
ના, આ સ્પર્ધામાં દાખલ થવું નિશુલ્ક છે!
સબમિશનનું ફોર્મેટ શું છે?
સહભાગીએ કાગળ પર પોતે ક્રેયોન્સ, કલર પેન્સિલ અને પેઈન્ટ અને બ્રશ અને સ્કેચપેન્સનો ઉપયોગ કરી ચિત્ર દોરવાનું રહેશે. કોઇપણ ચિત્ર કે જે ડિજીટલ, ઇલેક્ટ્રોનિક અથવા મિકેનિકલ સાધનોનો ઉપયોગ કરી બનાવવામાં આવેલ હોય તેને આ સ્પર્ધા માટે સ્વીકારવામાં આવશે નહિ. ચિત્રને ત્યાર પછી કોઇપણ રીતે ડિજીટાઇઝ્ડ કરી કેરલ પ્રવસનના કોન્ટેસ્ટ પેઈજ પર અપલોડ કરવાનું રહેશે (ફાઈલની સાઈઝ 5એમબીથી વધવી જોઇએ નહિ). છબીના પરિમાણો ન્યૂનતમ A4 કદના હોવા જોઈએ.
એન્ટ્રીની સંખ્યા પર કોઇ પ્રતિબંધ છે?
પ્રવેશ કરનાર ફક્ત એક જ વાર નોંધણી કરાવી શકે છે પરંતુ તે/તેણી પાંચ એન્ટ્રી સુધી સબમિટ કરાવી શકે છે, જો તે/તેણી આમ કરવા ઇચ્છે તો.
શું દોરવું જોઈએ, શું સ્પર્ધા માટે કોઈ ચોક્કસ થીમ છે?
સ્પર્ધાની થીમ કેરળના ગામડાનું જીવન છે! પેઇન્ટિંગ કેરળના ગામડાઓ સાથે સંબંધિત કંઈપણ હોઈ શકે છે. તમારા સંદર્ભ માટે, અમે સુંદર ચિત્રો અને વિડિયો સાથે વેબપેજ, વિડિયો અને ઈ-બ્રોશર બનાવ્યાં છે. તમને જે જોઈએ તે બધું તમને અહીં મળશે.