આયુર્વેદ - શરીર, મન અને આત્માનો સુમેળ
લગભગ ૫૦૦૦ વર્ષ પહેલાં ભારતની પ્રાચીન ભૂમિમાં વિકસેલ, આયુર્વેદ, જીવનનું વિજ્ઞાન અને લાંબી આવરદા, વિશ્વમાં સૌથી જુનું આરોગ્ય સંભાળ તંત્ર છે અને તે દવા તથા તત્ત્વજ્ઞાનના ગહન વિચારોને સંયોજે છે. પ્રાચીન સમયથી આયુર્વેદ સમગ્ર વિશ્વમાં માનવમાં સંપૂર્ણ શારીરિક, માનસિક અને આદ્યાત્મિક વિકાસ માટે ઉભું છે. આજે, તે દવાની અદ્વિતીય, અનિવાર્ય શાખા છે, એક સંપૂર્ણ પ્રાકૃતિક તંત્ર છે જે યોગ્ય સંતુલન હાંસિલ કરવ માટે તમારા શરીરના રસો - વાત, પિત્ત અને કફના નિદાન પર આધાર રાખે છે.
કેરલા, આયુર્વેદની ભૂમિ
કેરલા આયુર્વેદની સતત પરંપરા ધરાવે છે જેણે બંને વિદેશી તથા દેશી એમ ઘણા આક્રમણ અને અતિક્રમણને પાર કર્યું છે. સેંકડો વર્ષોથી કેરલામાં દરેક પ્રકારના રોગોથી સાજા થવામાં આયુર્વેદ વૈદ્ય (આયુર્વેદના પરંપરાગત વ્યવસાયી) માત્ર ઉપાય હતાં. વૈદ્યના સુપ્રસિદ્ધ આંઠ કુટુંબો (અષ્ટ વૈદ્ય) અને તેમના વારિસો સદીઓથી સમગ્ર રાજ્યની સારવાર કરે છે. ભારતમાં અન્ય રાજ્યોમાં આયુર્વેદની સ્થિતિ કેરલામાં જેવી છે તેવી નથી પરંતુ તે મુખ્ય પ્રવાહમાં છે. હકીકતમાં, આજે, ભારતમાં કેરલા એક માત્ર રાજ્ય છે જે સંપૂર્ણપણે સમર્પિતતા સાથે દવાના આ તંત્રનો વ્યવસાય કરે છે.
લોકો માટે સારવારનો એક માત્ર વિકલ્પ હોવાથી, કેરલાના વૈદ્યારને આયુર્વેદના સિદ્ધાંતોના અર્થઘટનને પડકાર આપ્યો હતો અને દરરોજના જીવનમાં અસરકારક સાજા થવાના તંત્રમાં તેમને સક્રિયપણે અપનાવ્યાં હતાં. આથી આયુર્વેદની તમામ સમકાલીન કાર્યવાહીઓ અને પ્રોટોકોલ્સ કેરલામાં અને તેની આજુબાજુ વિકસિત થયાં છે.
કુદરતનું વરદાન
કેરલાનું એક સમાન વાતાવરણ, વિપુલ પ્રમાણમાં કુદરતી જંગલો અને યોગ્ય ચોમાસું આયુર્વેદના રોગ નિવારક અને સ્વાસ્થ્યપ્રદ પેકેજીસ માટે શ્રેષ્ઠ રીતે અનૂકુળ છે. પૃથ્વી પરના થોડાક સ્થળો પૈકી કેરલા એક એવું છે જેનું તાપમાન સતત વરસાદના સમયગાળા દરમિયાન ૨૪-૨૮ ડિગ્રી જળવાઇ રહે છે. હવામાં અને ત્વચાની સપાટી પર આ પ્રવર્તમાન ભેજ, તેની ક્ષમતાના સૌથી ઉંચા સ્તરે કાર્ય કરવા કુદરતી દવાઓ માટે આદર્શ સ્થળ છે. ભૂમિ અસંખ્ય દવાની વનસ્પતિઓથી પણ સમૃદ્ધ છે અને અસરકારક સારવારની કાર્યવાહીઓ માટે જરૂરી આયુર્વેદ દવાઓની સાતત્યતા અને સુસંગતતા પૂરી પાડે છે. સમાન ક્ષમતા સાથેના સમાન હર્બ દર વર્ષે દરેક મોસમમાં અહીં ઉપલબ્ધ હોય છે. અલગ બંધારણ ધરાવતી ભૂમિના સ્થળોની સરખામણીમાં કેરલાની ભૂમિમાં સમૃદ્ધ આલ્કાલોડ ઘટકતત્ત્વ, ઘણી આયુર્વેદિક દવાઓની તીવ્રતા અને ક્ષમતાને વધારે છે.
કેરલામાં આયુર્વેદના લાભો
ઋષિ વેગબતા દ્વારા સંકલિત અષ્ટેન્ગાહ્રિદયમ, આયુર્વેદનું વ્યવહારુ, વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ અર્થઘટન, વિશ્વમાં કોઇપણ સ્થળે ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે કેમ કે તે વ્યાપકપણે માત્ર કેરલામાં જ કરાય છે. કરલાના વૈદ્યાર આયુર્વેદના આ સમકાલીન ગ્રંથમાં અત્યંત નિપુણ હોય છે જેમાંના ઘણાં વિદ્વાનો આયુર્વેદના સંશોધકો ચરક અને સુશ્રુતાના અગાઉની સંહિતામાં બહુ આગળ વધેલા ગણાય છે. તે કેરલામાં છે કે કાશ્યા ચિકિત્સા (પાચન ક્રિયા સાથે સારવાર) ધોરણસરનું પ્રોટોકોલ બન્યું છે જેમાં હજારો કાશ્યામ્સનો સમાવેશ થાય છે જેને જરૂરી વિવિધ સારવાર પ્રમાણે વૈજ્ઞાનિક રીતે વર્ગીકૃત અને સંગઠિત કર્યું હતું. કેરલાના વૈદ્યાર સૌ પ્રથમ અભ્યાન્ગમના એન્ટિ ઓક્સિડેન્ટના ગુણધર્મો પર ધ્યાન કેન્દ્રિત કરતાં હતાં જે કિઝિની પ્રચુરતા તરફ લઇ જતાં હતાં. વિશ્વમાં કોઇપણ સ્થળની સરખામણીમાં સૌથી વધુ સંખ્યામાં આયુર્વેદ કોલેજો અને સૌથી વધુ સંખ્યામાં પ્રેક્ટિશ્નરથી કેરલામાં વૈજ્ઞાનિક રીતે આયુર્વેદ સંશોધનની પરંપરા તરફ લઇ ગયું છે.
જીવન શૈલી તરીકે આયુર્વેદ
કેરલામાં આયુર્વેદ એ માત્ર આરોગ્ય સંભાળ તંત્ર નથી પરંતુ તે કેરલામાં જીવનનો જીવનના દરેક પાસાનો એક ભાગ છે અને હિસ્સો છે. લકવાગ્રસ્ત લોકો ચાલે છે, મટી ના શક્તા હોય તેવા રોગો મટે છે વગેરે જેવા ચમત્કારો આજે પણ થાય છે જેથી કેરલાના વૈદ્યાર માટે આજે પણ માન અને આદર છે.