પૂર્વના વેનિસ તરીકે સંદર્ભ કરાતું, આલપ્પુઝા કેરલાનું સમુદ્રી ઇતિહાસમાં હંમેશા મહત્વપૂર્ણ સ્થાન ભોગવતું રહ્યું છે. આજે, તે બોટ રેસ, બેકવોટર હોલિડે, બીચ, દરિયાઇ પ્રોડક્ટ્સ અને કાથીના ઉદ્યોગ માટે વિખ્યાત છે. આલપ્પુઝા બીચ એક પ્રખ્યાત પિકનિક સ્થળ છે. તટબંધ, જે અહીં દરિયા સુધી વિસ્તૃત છે, તે ૧૩૭ કરતાં વધુ વર્ષ જુનું છે. વિજયા બીચ પાર્ક ખાતે મનોરંજનની સુવિધાઓ દરિયા કિનારે આકર્ષણમાં ઉમેરો કરે છે. નજીકમાં જૂની દિવાદાંડી છે જે તમામ મુલાકાતીઓમાં અત્યંત પ્રમાણમાં કુતૂહલ પેદા કરે છે.
આલપ્પુઝામાં હોવ તે દરમિયાન બીજું આનંદ આપનાર અનુભવ એ હાઉસબોટ ક્રૂઝ છે. આલપ્પુઝાના બેકવોટરમાં તમને જોવા મળતી હાઉસબોટ એ હકીકતમાં પ્રાચીન સમયના કેટ્ટુવલ્લમની ફરી બનાવેલ સ્વરૂપ છે. કેટ્ટુવલ્લમ એક મલયાલમ શબ્દ છએ, ’કેટ્ટુ’, નિવાસ સંરચનાનો સંદર્ભ કરે છે અને ’વલ્લમ’ એટલે બોટ. પુરાણા દિવસોમાં, કેટ્ટુવલ્લમ અથવા છાપરા સાથેની બોટ જે લાકડાના છોતરાથી આવરી લે છે તેનો ઉપયોગ હજારો ટન ચોખા અને મસાલાને લઇ જવા માટે કરાતો હતો.
પછીના સમયમાં, હાઉસબોટ એક સારી હોટલ રુમની તમામ સગવડ સાથે સુસજ્જ હોય છે તેમાં સજાવેલ બેડરુમ, આધુનિક ટોઇલેટ, આરામદાયક લીવિંગ રુમ, રસોડું અને માછલી પકડવા માટે એક બાલ્કનીનો પણ સમાવેશ થાય છે. હાઉસબોટમાં રહેવા દરમિયાન બેકવોટરમાં જીવનમાં દખલરૂપ ન થાય તેવા દ્રષ્યને માણી શકો છો.
હાઉસબોટ તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, આલપ્પુઝા, એર્નાકુલમ, થ્રિસ્સુર અને કાસરગોડ ખાતે ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે કૃપયા DTPC નો સંપર્ક કરો. DTPC હાઉસબોટ પ્રી-પેઇડ કાઉન્ટર, આલપ્પુઝા હાઉસબોટ બુકિંગ માટે, પ્રવાસીઓ ડિસ્ટ્રિક્ટ ટુરિઝમ પ્રમોશન કાઉન્સિલ (DTPC) દ્વારા સંચાલિત હાઉસબોટ પ્રી-પેઇડ કાઉન્ટર ’વિશ્વસનીય સેવા, વિશ્વસનીય દર’ નો ઉપયોગ કરી શકશે.
સંપર્ક વિગતોઆલપ્પુઝા - હાઉસબોટ પ્રી-પેઇડ કાઉન્ટર મોબાઇલ : 09400051796, 09447483308, +91 477 2251796, +91 477 2253308
અહીં પહોંચવા માટેસૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : આલપ્પુઝા સૌથી નજીકનું એરપોર્ટ : કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે આલપ્પુઝા શહેરથી લગભગ 85 કિમી છે.
સ્થાનઅક્ષાંશ : 9.492853, રેખાંશ: 76.317726
મેપપ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..