ઐતિહાસિક શહેર ફોર્ટ કોચિ અંગે વધુ જાણતાં, પગે ચાલીને સફરની શરૂઆત કરવા જેવી સારી પસંદગી બીજી કોઇ નથી. રીલેક્સ થાવ, ઉંડો શ્વાસ લો અને કોટન, નરમ શૂમાં સફરની શરૂઆત કરો અને હા - એક સ્ટ્રો હેટ પણ. આ ટાપુની દરેક ગલી ઇતિહાસથી ભરેલી છે, તમારા માટે કશુંક જાદુઇ બાબત રાહ જોઇ રહી છે. તેનું પોતાનું એક વિશ્વ છે, પૂરાણા યુગના નમૂનાઓને સાચવી રાખ્યા છે અને તે દિવસોનું હજી ગર્વ ધરાવે છે. જો તમને ભૂતકાળ ગમતો હોય, તો આ શેરીઓમાંથી ચાલવા માટે તમને કોઇપણ બાબત અટકાવી શકશે નહીં.
કે. જે. હેરશેલ રોડથી સીધા ચાલો અને પછી ડાબી બાજુ વળો, તમને ફોર્ટ ઇમ્યુનલની ઝાંખી દેખાશે. આ ગઢ એક સમયે પોર્ટુગીઝની માલિકીનો હતો અને કોચિનના મહારાજા અને પોર્ટુગલના સમ્રાટ વચ્ચે અસ્તિત્વમાં આવેલ વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતિક છે જેના પરથી કિલ્લાનું નામ પડ્યું. આ કિલ્લો 1503 માં બંધાયો હતો અને 1538 માં મજબૂત કરાયો હતો. થોડુંક આગળ ચાલતાં, તમે ડચ કબ્રસ્તાનથી પસાર થાવ છો. 1724 માં અર્પણ કરાયેલ અને ચર્ચ ઓફ સાઉથ ઇન્ડિયા દ્વારા સંચાલિત, અહીંની કબરના સ્મારકો શાંતપણે એ યુરોપિયન મુલાકાતીઓની યાદ અપાવે છે જેઓએ તેમની કોલોનીયલ સામ્રાજ્યને વિસ્તૃત કરવા માટે પોતાની માતૃભૂમિને છોડી હતી.
જે જોવાલાયક છે તે આગામી સ્થળ પ્રાચીન ઠાકુર હાઉસ છે, જે કોલોનીયલ યુગના કોન્ક્રીટ નમૂના તરીકે સ્થિર ઉભું છે. મકાન એકદમ સુંદર છે. પહેલાં તે કુનાલ કે હિલ બંગલો તરીકે ઓળખાતું, તે બ્રિટિશ શાસન દરમિયાન નેશનલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરોનું ઘર હતું. હવે, તે ઠાકુર એન્ડ કંપનીની માલિકીનું છે જે ચા ટ્રેડિંગ ફર્મ તરીકે પ્રખ્યાત છે.
આગળ ચાલતાં ત્યાં બીજી વસાહતી સંરચના - ડેવિડ હોલ તમારી રાહ જુવે છે. ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 1695માં આનું બાંધકામ કર્યું હતું. આ હોલ પ્રખ્યાત ડચ કમાન્ડર હેન્ડ્રિક એડ્રિયાન વાન રીડ ટોટ ડ્રેકેસ્ટન સાથે સંકળાયેલો છે, હોર્ટુસ મલાબારિકસ નામના કેરલાની વનસ્પતિ સૃષ્ટિ પરના તેમના ચિરસ્મરણીય પુસ્તક માટે તેમની વધુ પ્રશંસા થાય છે. અલબત્ત ડેવિડ હોલ એ નામ તે પછીના કબજેદાર ડેવિડ કોડર પરથી પડયું છે.
પરેડ ગ્રાઉન્ડની બાજુમાંથી ચાલતાં, જે ચાર એકરનું મેદાન છે જેમાં પોર્ટુગીઝ, ડચ અને બ્રિટીશ એક સમયે સૈનિકની પરેડ કરતાં હતાં, તમે પછી સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ પહોંચો છો, જે ભારતમાં સૌથી જૂનું યુરોપિયન ચર્ચ છે. તે 1503 માં પોર્ટુગીઝે બાંધ્યું હતું ત્યારબાદ ઘણા તબક્કામાંથી પસાર થયું છે. હવે ચર્ચ એ ચર્ચ ઇઓ સાઉથ ઇન્ડિયાના તાબા હેઠળ છે. જોકે, આ એ ચર્ચા હતું જ્યાં વાસ્કો-ડા-ગામાને સૌ પ્રથમ દફન કરવામાં આવ્યાં હતાં અને તેમની કબર હજી પણ જોઇ શકાય છે. તેમના વંશજો પછી 1539 માં પોર્ટુગલ પરત ફર્યાં હતાં.
ચર્ચ રોડ ચાલવા માટે સારો છે, અરબી સમુદ્રનો શીતળ પવન તમારા શરીર દ્વારા અનુભવાય છે. સમુદ્રની થોડીક નજીક ચાલતા આવો અને ત્યાં કોચિન ક્લબ છે, જે પ્રભાવક ગ્રંથાલય અને રમતગમતની ટ્રોફીઓનો સંગ્રહ ધરાવે છે. સુંદર દેખાવવાળા પાર્કમાં બનાવેલ આ ક્લબે હજુ તેનો બ્રિટીશ પરિસર ટકાવી રાખ્યો છે.
ચર્ચ રોડ પર પાછા ફરતાં, ડાબી બાજુએ, તમે બીજુ સુંદર મેન્શન - બેશન બંગલો જોઇ શકશો. આ ભારતીય-યુરોપિયન ઢબની વિસ્મયકારી સંરચનાનું બાંધકામ 1667માં થયું હતું અને તે સ્થળનું નામ જૂના ડચ કિલ્લાના સ્ટ્રોમબર્ગ બાસ્ટિયનની જગ્યા પરનું પડ્યું છે. હવે તે પેટા કલેક્ટરનું સત્તાવાર નિવાસસ્થાન છે.
વાસ્કો-ડા-ગામા સ્ક્વેર નજીકમાં છે. એક સાંકડી ફરવાની જગ્યા, આ થોડોક સમય રીલેક્સ થવા માટેનું આદર્શ સ્થળ છે. સ્વાદિષ્ટ સમુદ્રિ આહાર અને નરમ નારિયેળના સ્ટોલ્સ એકદમ લલચાવે છે. થોડોક આનંદ લો અને તમારી દ્રષ્ટિ ચાઇનીઝ ફિશિંગ નેટ પર ફેરવો, જે ઉંચી અને નીચી થઇ રહેલી હોય છે. આ નેટનું કુબલાઇ ખાનના કોર્ટથી વેપાર દ્વારા AD 1350 અને 1450 ની વચ્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું.
રીફ્રેશ થયા પછી, તમે હવે પીઅર્સ લેસ્લી બંગલા તરફ આગળ વધશો, જે એક આકર્ષક હવેલી છે, જે એક સમયે પીઅર્સ લેસ્લી એન્ડ કંપનીની ઓફિસ તરીકે કામ આપતી હતી, જે ગયા વર્ષે કોફીના વેપાર કરતાં હતાં. આ બિલ્ડિંગ પોર્ટુગીઝ, ડચ અને સ્થાનિક પ્રભાવીઓને પ્રતિબિંબિત કરે છે. તેના પાણીની એકદમ સામે વરંડો વધુ આકર્ષિત બનાવે છે. જમણી બાજુ વળતાં, તમે 1808 માં બનેલ ઓલ્ડ હાર્બર હાઉસ પર આવો છો, જેની માલિકી કેરીએટ મોરન એન્ડ કંપનીની છે, જેને ટી બ્રોકર્સ તરીકે પ્રખ્યાત છે. તેની નજીક કોડેર હાઉસ છે, આ શાનદાર મકાનનું નિર્માણ 1808 માં કોચિન ઇલેક્ટ્રિક કંપનીના સેમ્યુએલ એસ. કોડેર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંરચના કોલોનીયલથી ઇન્ડો-યુરોપિયન આર્કિટેક્ચરનું સંક્રમણ બતાવે છે.
આગળ જમણી બાજુ વળો અને તમે પ્રિન્સેસ સ્ટ્રીટ પહોંચો છો. અહીંની દુકાનોમાંથી કેટલાક તાજાં ફૂલો લો. વિસ્તારની આ એક સૌથી જૂની શેરી છે, આ માર્ગની બંને બાજુએ યુરોપિયન ઢબનાં નિવાસો છે. અહીં લોફર્સ કોર્નર આવેલું છે, જ્યાં કોચિના આનંદી અને પ્રેમાળ લોકો માટે પરંપરાગત દિવાલ પર લટકાવવાનાં ચિત્રો મળે છે.
લોફર્સ કોર્નરની ઉત્તર તરફ ચાલતાં, તમને સાન્ટા ક્રુઝ બેસિલિકા પાસે આવો છો, આ ઐતિહાસિક ચર્ચનું બાંધકામ પોર્ટુગિઝોએ કર્યું હતું અને 1558માં પોપ પોલ IV એ ઉજાત કરીને કેથેડ્રલ બનાવ્યું હતું. 1984માં, પોપ જહોન પોલ II એ તેને બેસિલિકા તરીકે જાહેર કર્યું હતું. બર્ઘર શેરી અને ડેલ્ટા સ્ટડી પર ઝડપથી નજર નાખીને 1808માં બંધાયેલ અને હાલમાં હાઈ સ્કુલ તરીકે કામ કરતા હેરિટેજ બંગલા પર નજર રાખીને તમે નીચેની તરફ ચાલો, ફરીથી તમે પ્રિન્સેસ સ્ટ્રીટમાં આવો છો અને ત્યારબાદ રોઝ સ્ટ્રીટ પહોંચો છો. ત્યાં તમે વાસ્કો હાઉસ જોશો, તે વાસ્કો ડી ગામાનું નિવાસસ્થાન હોવાનું મનાય છે. આ પરંપરાગત અને ખાસ પ્રકારનું યરોપિયન મકાન, કોચિમાં પોર્ટુગિઝ રહેઠાણો પૈકીનું સૌથી જુનું છે.
ડાબી બાજુ વળતાં, તમે પરેડ ગ્રાઉન્ડની સામે મોટો લાકડાનો દરવાજો VOC ગેટ જોવા રિડ્સડેલ રોડ પર ચાલો. આ દરવાજો 1740માં બંધાયો, તેને તેનું નામ ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના મોનોગ્રામ (VOC) પરથી મળ્યું છે. તેની બાજુમાં યુનાઈટેડ ક્લબ છે, જે એક સમયે કોચિમાં બ્રિટીશોની ચાર એલાઇટ ક્લબ્સ પૈકીની એક હતી. હવે તે નજીકની સેંટ ફ્રાન્સિસ પ્રાથમિક શાળા માટેના વર્ગખંડ તરીકે કામ આપે છે.
ચાલતાં સીધાં જતાં, તમે માર્ગના છેડે પહોંચો છો, જ્યાં બિશપનું હાઉસ છે, જેનું બાંધકામ 1506માં થયું હતું. એક વખત તે પોર્ટુગિઝ ગર્વનરનું રહેઠાણ હતું અને પરેડ ગ્રાઉન્ડની નજીક નાની ટેકરી પર બંધાયું હતું. ઘરની આગળની બાજુએ વિશાળ ગોથિક પ્રકારની કમાનો છે અને આ મકાન કોચિનના ડિયોસીસના 27માં બિશપ ડોમ જોસ ગોમ્સ ફેરેઇરાએ સંપાદિત કર્યું હતું, જેનું અધિકારક્ષેત્ર ભારત સિવાય બર્મા, મલાયા, અને સિલોન સુધી વિસ્તર્યુ હતું.
હા, હવે ચાલવાનો સમય સમાપ્ત થયો છે. પુરાણા દિવસોના અનુભવ હજી તમારા મનમાં ઘુમતા રહે છે, મંત્રમુગ્ધ દ્રશ્યો તમારી આંખોની સામે ફરી આવે છે અને તમારા જીભમાં સ્વાદ સ્વાદિષ્ટ ડિશ માટે ફરી તડપતાં રહે છે, તમને આશ્ચર્ય થશે નહીં કે તમારું હ્રદય ફરીથી ચાલવા માટે ઇચ્છતા રહેશે.
કોચિ અંગે વધુ જાણો.
સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : એર્નાકુલમ, મુખ્ય બોટની જેટ્ટીથી લગભગ 1½ કિમી સૌથી નજીકનું એરપોર્ટ : કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ, એર્નાકુલમથી લગભગ 30 કિમી
સ્થાનઅક્ષાંશ : 9.964793, રેખાંશ : 76.242943
મેપપ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..