કેરલા ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો એક ગવિ ઇકો-ટુરિઝમ પ્રોજેક્ટે હમણાંથી પર્યટકોનું ધ્યાન ખેંચે છે. પ્રોજેક્ટ ઘણાં પાસાઓમાં એક્સક્લુઝિવ છે અને જે મુલાકાત લે છે તે મોટા ભાગના પ્રકૃતિ પ્રેમી અને સાહસિક પર્યટકો છે. બહુ જ થોડા સમયમાં ગવિની મુલાકાત લેવામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે, ખાસ કરીને ’એલિસ્ટેઇર ઇન્ટરનેશનલ’ પછી વિશ્વએ અગ્રણી એકો-ટુરિઝમ કેન્દ્રોમાં મહત્વપૂર્ણ સૂચિમાં પર્યટક સ્થળ તરીકે માન્યતા આપી અને ભારતમાં જોવા લાયક સ્થળો પૈકી એક તરીકે માન્યતા આપી.
ગવિ ઇકો પ્રોજેક્ટની વિશેષતા ગાઇડ, ગાર્ડનર અને કૂક તરીકે તેની પ્રવૃત્તિઓમાં સ્થાનિક નિવાસીઓની સામેલગીરી છે. આ સ્થનિક લોકોને આજીવિકા પૂરી પાડે છે અને પ્રકૃતિ સંરક્ષણ અંગે જાગરુકતા ઉભી કરવામાં પણ મદદ કર છે. પથનમથિટ્ટા જિલ્લામાં સ્થિત, ગવિ એ ટ્રેકિંગ, વન્ય જીવનને જોવું, વિશષપણે બનાવેલ ટેન્ટ અને નાઇટ સફારીમાં આઉટડોર કેમ્પિંગ જેવી પ્રવાસીઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ પ્રસ્તુત કરે છે.
ગવિ તરફ જતો માર્ગ સંપૂર્ણપણે ચાના બગીચા (ટી પ્લાન્ટેશન) થી આવરી લેવાયેલ છે, જે તાજગીભર્યો અનુભવ કરાવે છે. ગવિ તરફ જતાં માર્ગમાં મુન્ડાકકયમ, કુટ્ટિકાનમ, પીરમેડુ અને વન્ડિપેરિયાર જેવા રસપ્રદ સ્થળો આવે છે, જ્યાંથી ગવિ તરફ જવાનો માર્ગ આવે છે.
એક વખત તમે ગવિ પહોંચો એટલે શાંત ઇકો-લોજ ’ગ્રીન મેન્શન’ તમારી રાહ જુવે છે જેવી રીતે માતા તમને પોતાની રક્ષણાત્મક ગોદમાં પ્રેમપૂર્વક ભેટે છે. વ્યક્તિ ગવિ તળાવ અને તેની બાજુમાં જંગલનું અદભૂત દ્રશ્ય જોઇને આનંદિત થઇ શકે છે. ’ગ્રીન મેન્શન’ માં પૂરાં પાડવામાં આવેલ આવાસની બાજુમાં પ્રવાસીઓ અહીં ટ્રી હાઉસને પણ અજમાવી શકે છે અને જંગલમાં ટેન્ટ ઉભા કરી શકે છે. અહીં પ્રવાસી અદભૂત ટ્રેકિંગનો અનુભવ પણ કરી શકે છે, જે તાલીમ પામેલ સ્થાનિક લોકો દ્વારા ચલાવાય છે. જેઓને એકલા રહેવાનું ગમતું હોય તેઓ ગવિના શાંત વાતાવરણમાં એકલતાનો આનંદ માણી શકે છે અથવા તળાવના શાંત પાણીમાં હોડકામાં સફર કરવા જઇ શકે છે અથવા રમણીય સૂર્યાસ્તનો આનંદ માણી શકે છે. પ્રવાસીઓને મોટેભાગે શાકાહારી આહાર અને નાસ્તો અપાય છે, જે સ્થળ પર પર્યાવરણ મૈત્રીપૂર્ણ માહોલ ઉભો કરે છે.
આ સ્થળ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી ભરપૂર છે. અહીં પહાડ અને ખીણ, ટ્રોપિકલ જંગલ, છૂટા છવાયેલ ઘાસના મેદાન, શોલા, નાની સંખ્યામાં ઘણાં પાણીના ધોધ અને ઇલાયચીના રોપણ છે. નિલગિરી થાર અને લાયન-ટેઇલ્ડ મકાક (એક પ્રકારનું લંગુર) સહિત લુપ્તપ્રાય પ્રજાતિઓ ગવિની સીમા પર ઘણીવાર જોઇ શકાય છે. ગ્રેટ પીડ હોર્નબિલ, લક્કડખોદ અને કિંગફિશર સહિતની પક્ષીઓની 260 કરતાં વધુ પ્રજાતિઓ સાથે, ગવિ એ પક્ષી પ્રેમીઓ માટે ખરેખર એક સ્વર્ગ છે.
ગવિ ખાતે ખીણના કેટલાક અદભૂત દ્રશ્યો નીચે રહેલી ઊંડી ખીણ અને જંગલોનું રમણીય દ્રશ્ય જોવા મખે છે. ગ્રીન મેન્શન ઇકો-લોજથી નજીકના પોઇન્ટ, કોચુ પમ્પાથી, તમે ચરતા નિલગિરી થાર સુધી ટ્રેક કરી શકો છો.
પ્રખ્યાત ધાર્મિક સ્થળ, શબરિમલા, ગવિથી ટૂંકા અંતરે ટ્રેક કરીને જઇ શકાય છે. નિશાચર વન્ય જીવનને જોવામાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે, કુલ્લુર, ગવિ પુલ્લુમેડુ, કોચુ પમ્પા અને પચકાનમની નાઇટ સફારી વન્ય જીવન જોવા માટે ઘણી સારી તક આપે છે.
ગવિની અન્ય અદ્વિતીય વિશેષતા જંગલોમાં કેમ્પિંગ છે. પ્રવાસી કેમ્પિંગ સાઇટમાં ટેન્ટ ઉભા કરી શકે છે, જે ભારતના ઘણાં જંગલોમાં દુર્લભ બાબત છે. જેમ સમીસાંજથી રાત્રિની નિરવતા આવે છે તેમ, પ્રવાસી કોઇપણ જગ્યાએ જઇ ન શકાય તેમ વન્ય જીવનની હાજરી અનુભવી શકે છે, આ એક અનુભવને શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. અહીં ટ્રી ટોપ હાઉસ પણ છે જેને પ્રવાસી એક પક્ષીના જીવનને સંપૂર્ણપણે માણી શકે છે.
ગવિમાં આદિજાતિ લોકોની સક્રિય સામેલગીરી દેશમાં આ પ્રકારનું વીરલ સાહસ બનાવે છે. જંગલની પરંપરાગત જાણકારી અને તેની જીવન જીવવાની રીત ગવિને તેના મૂળ રાજ્યમાં તેની આજુબાજુની બાબતોને જાળવી રાખવામાં મદદ કરે છે.
ગવિ દરેક પ્રવાસીને પોતાના જાદુઇ બાબતોથી મંત્રમુગ્ધ કરે છે અને ખરેખર એક એવું સ્થળ છે જેને વ્યક્તિકે પોતાના જીવનમાં ક્યારેય જોવાનું ચૂકવું જોઇએ નહીં. ગવિ પ્રાચીન સમયનું છે, અને તે વન્ય જીવન સાથે સંકળાયેલ છે, જે યાદ અપાવે છે કે પ્રવાસીઓ તેમના ઇરાદા અને કાર્યો માટે જવાબદાર છે, જે આવનારા લાંબા સમય માટે ગવિની સંભાળ અંગે ધારણ કરશે.
DTPC પથનમથિટ્ટા દ્વારા પ્રસ્તુત ગવિ પેકેજ, અહીં ક્લિક કરો.
સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : કોટ્ટયમ, લગભગ 114 કિમી સૌથી નજીકનું એરપોર્ટ : મદુરાઇ એરપોર્ટ (તમિલનાડુ), લગભગ ૧૪૦ કિમી દૂર છે અને કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ, લગભગ ૧૯૦ કિમી
સ્થાનઅક્ષાંશ : 9.437208, રેખાંશ : 77.166066
મેપપ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..