કોવલમ ત્રણ નજીક નજીકના અર્ધચંદ્રાકાર બીચ સાથેનો આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત બીચ છે. તે 1930 થી પ્રવાસીઓનું મનપસંદ સ્થળ રહ્યું છે. બીચ પર એક વિશાળ પથ્થરની ઉંચી ભૂમિ શાંત પાણીની સુંદર ખાડી બનાવે છે જે સન બાથિંગ માટે આદર્શ છે.
આ બીચ ખાતે મનોરંજનનાં વિકલ્પો ઘણા અને વૈવિધ્યભર્યા છે. સૂર્યસ્નાન, વનસ્પતિથી શરીર મસાજ, ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેટમરન (બે સઢવાળી હોડી) ક્રુઝિંગ તે પૈકીના કેટલાંક છે. ઊષ્ણકટિબંધનો સૂર્ય એટલો તપે છે કે તમે થોડીક મિનિટોમાં ત્વચા પર તાંબાવર્ણી રંગની ઝાંખી લાલાશ જોઈ શકો છો. દિવસે બીચ પર જીવન મોડેથી શરૂ થાય છે અને છેક રાત સુધી ચાલે છે. બીચ સંકુલમાં બજેટ કોટેજીસની હાર, આર્યુવેદિક આરોગ્ય રિસોર્ટ, કન્વેન્શન સુવિધાઓ, શોપિંગ ઝોન, સ્વિમિંગ પૂલ, યોગ અને આર્યુવેદિક મસાજ કેન્દ્રોનો સમાવેશ થાય છે.
કોવલમ ખાતે પર્યટકો માટે આવાસનની સુવિધાઓ ફાઇવ સ્ટાર હોટલથી લઇને બજેટ હોટલ સુધીની છે અને રેસ્ટોરેન્ટ તથા કાફેટેરિયા ખાતે પસંદગીનો આહાર કોન્ટિનેન્ટલ વિવિધતાથી દક્ષિણ ભારતીય સ્વાદિષ્ટ વ્યંજનો મળે છે.
કેરલાના પાટનગરનું શહેર તિરુવનંતપુરમ કોવલમથી માત્ર 16 કિમી છે, અને ત્યાં પહોંચવામાં કોઈ મૂશ્કેલી નથી. પરંતુ તમે રજા પર હોય તો તમે કોવલમમાં રહો અને શહેરની મુલાકાત લો તે વધુ સારું છે.
તિરુવનંથપુરમ શહેરમાં ઘણાં જોવાલાયક સ્થળો છે જેમ કે નેપિયર મ્યુઝિયમ, શ્રી ચિત્રા આર્ટ ગેલેરી અને પદમનાભસ્વામી મંદિર. SMSM સંસ્થા, રાજ્યનું પ્રખ્યાત હેન્ડિક્રાફ્ટ એમ્પોરિયમ, એથનિક નાના ઘરેણાં અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે આદર્શ સ્થળ છે.
સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : તિરુવનંતપુરમ સેન્ટ્રલ, લગભગ 16 કિમી દૂર છે. સૌથી નજીકનું હવાઈ મથક : તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લગભગ 10 કિમી દૂર છે.
સ્થાનઅક્ષાંશ : 8.402074, રેખાંશ: 76.978426
ભૌગોલિક માહિતીમુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય : સપ્ટેમ્બરથી માર્ચ ઉંચાઇ : સમુદ્રની સપાટી
મેપપ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..