કુમરાકમ ગામ એ વેમ્બનાડ સરોવર પર નાના ટાપુઓનો સમૂહ છે, અને તે કુટ્ટાનાડ પ્રદેશનો એક ભાગ છે. અહીં પક્ષીનું અભયારણ્ય છે, જે ૧૪ એકરમાં ફેલાયેલું છે, જે સ્થળાંતર કરતાં પક્ષીઓ માટેનું અને પસંદગીનું સ્થળ છે અને પક્ષીવિજ્ઞાનીઓ માટે સ્વર્ગ છે. ઇગ્રેટ, ડાર્ટેર, હેરોન, ટીલ, વોટરફોલ, કોયલ, જંગલી બતકઅ ને સાઇબેરિયન સ્ટોર્ક જેવા સ્થળાંતર કરતાં પક્ષીઓ અહીં ઝુંડમાં આવે છે અને તમામ પ્રવાસીઓને આકર્ષિત કરે છે.
એક રમણીય બેકવોટર સ્થળ, કુમરાકમ ઘણાં અન્ય મનોરંજક વિકલ્પો પ્રસ્તુત કરે છે. બોટિંગ અને ફિશિંગની સુવિધાઓ છુટા છવાયા જૂના બંગલોને રીસોર્ટમાં રૂપાંતર કરેલ તાજ ગાર્ડન રીટ્રેટ ખાતે ઉપલબ્ધ છે.
કેરલા ટુરિઝમ ડેવપલમેન્ટ કોર્પોરેશનનું બેકવોટર રીસોર્ટ, વોટરસ્કેપ્સ એ સ્ટીલ્ટ પર બ્બનાવેલ સ્વતંત્ર કોટેજીસ છે, નાળિયેરના ઉપવનની વચ્ચે રહેલ રીસોર્ટ બેકવોટર્સનું પેનોરેમિક દ્રશ્ય જોવા મળે છે. હાઉસબોટ અને પરંપરાગત કેટ્ટુબેલ્લમ (રાઇસ બાર્જ) સહિતના હોલિડે પેકેજીસ ઉત્તમ અનુભવ પૂરાં પાડે છે.
કુમરાકમ અંગે વધુ વાંચો
સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : કોટ્ટયમ, લગભગ ૧૩ કિમી સૌથી નજીકનું એરપોર્ટ : કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ, લગભગ ૯૪ કિમી
સ્થાનઅક્ષાંશ : 9.617119, રેખાંશ : 76.429482
ભૌગોલિક માહિતી મેપપ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..