પલક્કડ જિલ્લામાં નેનમારા શહેરથી, ભવ્ય નેલ્લિયામપથી ગિરિમાળાના વાદળથી આચ્છાદિત શિખરો એક જોવાલાયક સ્થળ છે. ગિરિમાળાની ઉંચાઇ આશરે ૪૬૭ મીટરથી ૧૫૭૨ મીટરની છે અને તેને જેઓ જુવે છે તે તમામ પ્રવાસીઓને અત્યંત શાંતિપૂર્વકની અનુભૂતિ થાય છે. નેલ્લિયામપથી પહોંચવા, નેનમારાથી શરૂ થતાં અને પોથુંડી બંધ સુધી જતા માર્ગને લેવો જોઈએ. ત્યાં 10 જેટલાં વળાંક આવે છે, જે નેલ્લિયામપથી જતાં રસ્તા પર પસાર કરવાના હોય છે.
પોથુન્ડી ડેમ બોટિંગની સુવિધા સાથેનું એક સુંદર સ્થળ છે અને પિકનિકના સ્થળ તરીકે એક સારો વિકલ્પ છે. ઘાટનો માર્ગ તેનો રસ્તો નેલ્લિયામપથી સુધી વાળી લે છે, તેથી અમુક સ્થળોએ એવાં દૃશ્યો હોય છે કે જ્યાં પલક્કડ જિલ્લાના વિસ્તૃત પ્રદેશો તેના વિશાળ ડાંગરના ખેતરો દૃષ્ટિગોચર થાય છે, જે લીલોછમ ગાલીચો પાથરી દે છે. પલક્કડ ગેપનું સુંદર દૃશ્ય પણ દેખાય છે, જે આ પ્રદેશના પશ્ચિમી ઘાટ રચનાનું એક ભૌગોલિક લક્ષણ છે જે દૃષ્ટિમાં આવે છે, તે બાજુના તામિલનાડુ રાજ્યના ભાગો છે.`
રસ્તા પર, રસ હોય તો, ખાનગી રીતે સંચાલિત જૈવિક ખેતી તથા જુદી જુદી વાવેતર કંપનીઓ દ્વારા સંચાલિત ચાની એસ્ટેટોનું નિરીક્ષણ કરી શકાશે. નેલ્લિયામપથીના પર્વતો તેની નારંગીની ખેતી માટે પ્રખ્યાત છે.
જેમ તમે નેલ્લિયામપથીના ગિરિમાળાઓમાં જાવ તેમ વિવિધ સ્થાનો પર ખાનગી માલિકીની હોટલ અને રીસોર્ટ આવેલા છે. જેમ તમે પલગાપાન્ડી એસ્ટેટ ખાતે સૌથી ઉંચા સ્થાન પર પહોંચો તે પહેલાં અહીં આવેલ બાયો-ફાર્મ મુખ્ય જોવાલાયક સ્થાન છે. એસ્ટેટ એક અનોખો બંગલો છે, જે ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન બનાવ્યો હતો અને હવે તેને ખાનગી માલિકીના રીસોર્ટમાં રૂપાંતરિત કર્યો છે. કૈકાટ્ટી ખાતે, એક કમ્યુનિટી હોલ છે, જેનો જેઓ ટ્રેકિંગમાં રસ ધરાવે છે તેઓ માટે એક પડાવ તરીકે સામાન્યપણે ઉપયોગ કરાય છે.
પલગાપાન્ડીથી બહુ દુર નહીં એવું સીથારકુંડુ છે જ્યાં ખીણના સુંદર કુદરતી દ્રશ્યો જોઇ શકાય છે અને ૧૦૦ મીટરની ઉંચાઇથી પડતો જળધોધ તેનું આગવું આકર્ષણ છે. પલગાપાન્ડીથી, તમે ટ્રેક કરીને અથવા જીપ દ્વારા મામ્પારા જઇ શકો છો; જે નેલ્લિયામપથી ખાતે બીજું રમણીય સુવિધાયુક્ત સ્થળ છે. પલગાપાન્ડીની અંદર અને તેની આજુબાજુ, ચા, ઇલાયચી અને કોફીના વાવેતર છે અને તેની સાથેની ગિરિમાળા ભારતીય ગૌર (જંગલી ભેંસ), હાથી, ચિત્તા, વિશાળ ખિસકોલી વગેરે સાથેના વન્ય જીવનની ઝાંખી જોવા મળે છે અને તે પક્ષી પ્રેમીઓ માટે પણ સ્વર્ગ સમાન છે.
સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : પલક્કડ, લગભગ ૫૬ કિમી; થ્રિસ્સુર અને શોરનૌર, લગભગ ૭૭ કિમી સૌથી નજીકનું એરપોર્ટ : કોઇમ્બતુર ઇન્ટરનેશનલ એરપોર્ટ (તમિલનાડુ), પલક્કડથી લગભગ ૫૫ કિમી
સ્થાનઅક્ષાંશ : 10.538952, રેખાંશ : 76.69364
મેપપ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..