શ્રી પદમનાભસ્વામી મંદિર, થિરુવનંથપુરમ

 

ભારતના કેરલા રાજ્યની રાજધાની થિરુવનંથપુરમ શહેરમાં ઇસ્ટ ફોર્ટની અંદર શ્રી પદમનાભ સ્વામી મંદિર આવેલું છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર કેરલા અને દ્રવિડિયનની સ્થાપત્યની શૈલીનું મિશ્રણ છે.

શ્રી પદમનાભસ્વામી મંદિરનો ઇતિહાસ 8મી સદી પહેલાંનો છે. તે ભારતમાં 108 વિષ્ણુના પવિત્ર મંદિરો કે દિવ્ય દેસમ પૈકી એક છે. દિવ્ય દેસમ એ ભગવાન વિષ્ણુના સૌથી પવિત્ર ધામ છે જેનો તમિલ અઝવાર્સ (સંત)ના કાર્યમાં ઉલ્લેખ થયેલ છે. આ મંદિરના મુખ્ય દેવતા ભગવાન વિષ્ણુ છે, અનન્થા પર વિશ્રામ અવસ્થામાં છે અને માથની ઉપર સાપ છે.  

ત્રાવણકોર રાજાઓમાં પ્રખ્યાત, મર્થનડા વર્માએ મંદિરનો મોટો જીણોદ્ધાર કરાયો હતો અને તે આજની શ્રી પદમનાભસ્વામી મંદિરની સંરચનામાં પરિણમી છે. તે માર્થનડા વર્મા હતાં જેમણે મંદિરમાં મુરજાપમ અને ભદ્ર દીપમ તહેવારો શરૂ કરાવ્યાં હતાં. મુરજાપમ, જેનો અર્થ સતત પ્રાર્થનાનું રટણ કરવું એમ થાય છે, જે હજુ દર છ વર્ષે એક વાર મંદિરમાં હાથ ધરાય છે.

1750 માં, માર્થનડા વર્માએ ત્રાવણકોરના સામ્રાજ્યને ભગવાન પદમનાભને સમર્પિત કર્યું હતું. માર્થનડા  વર્માએ પ્રતિજ્ઞા લીધી હતી કે શાહી કુટુંબ ભગવાન વતી રાજ્ય પર શાસન કરશે અને તે તથા તેના વારસદારો પદમનાભ દાસ કે ભગવાન પદમનાભના ચાકર તરીકે સામ્રાજ્યની સેવા કરશે. ત્યારથી દરેક ત્રાવણકોરના રાજાના નામની પહેલાં પદમનાભ દાસ શીર્ષક લગાડવામાં આવતું હતું. પદમનાભસ્વામીને ત્રાવણકોર સામ્રાજ્યનું દાન થ્રિપડિદાનમ તરીકે જાણીતું હતું.

કેરલાની રાજધાની, થિરુવનંથપુરમ શહેર શ્રી પદમનાભસ્વામી મંદિરના મુખ્ય દેવતા પરથી તેનું નામ પડ્યું છે, જે અનન્થા (એવા ભગવાન જે અનન્થાના સાપ પર વિશ્રામ અવસ્થામાં છે) તરીકે પણ જાણીતું છે. ’થિરુવનંથપુરમ’ શબ્દ્નો અર્થ - શ્રી અનન્થા પદમનાભસ્વામીની ભૂમિ.

માન્યતા પ્રમાણે શ્રી પદમનાભસ્વામી મંદિર જે જગ્યા પર સ્થિત છે તે સાત પરશુરામ ક્ષેત્ર પૈકી એક છે તેમ મનાય છે. મંદિરમાં પાઠ્યોમાં એવા સંદર્ભો છે જેમ કે પુરાણ, એટલે કે સ્કંદ પુરાણ અને પદમ પુરાણ. મંદિર પવિત્ર કુંડ - પદમ તીર્થમની નજીક આવેલું છે, જેનો અર્થ ’કમળનું પાણી’ થાય છે.

તીર્થસ્થાન હાલમાં ત્રાવણકોરના ભૂતપૂર્વ શાહી કુટુંબ દ્વારા રચાયેલ ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે.

મૂર્તિ

શ્રી પદમનાભસ્વામી મંદિરના મુખ્ય દેવતાની મૂર્તિ તેની રચના માટે પ્રખ્યાત છે, જે ૧૨૦૦૮ શાલીગ્રામ ધરાવે છે, જેને નેપાળમાંથી ગંડકી નદીના કિનારા પરથી લાવવામાં આવ્યાં હતાં. શ્રી પદમનાભસ્વામી મંદિરનું ગર્ભગૃહ અથવા પવિત્ર સ્થાન પથ્થરના સ્લેબ પર સ્થિત છે અને મુખ્ય મૂર્તિ, જે લગભગ ૧૮ ફૂટ લાંબી છે તેને ત્રણ જુદા જુદા દરવાજાઓમાંથી જોઇ શકાય છે. માથુ અને છાતી પ્રથમ દરવાજામાંથી જોઇ શકાય છે; જ્યારે હાથને બીજા દરવાજામાંથી જોઇ શકાય છે અને પગને ત્રીજા દરવાજામાંથી જોઇ શકાય છે.

સૌંદર્ય અને સ્થાપત્ય

મંદિરનું સ્થાપત્ય પથ્થર અને કાંસામાં તેની કામગીરી માટે અદભૂત છે. મંદિરના અંદરના ભાગો સુંદર ચિત્રો અને ભીંત ચિત્રોથી સુશોભિત છે. તેમાના કેટલાક ભગવાન વિષ્ણુના વિશ્રામ અવસ્થામાં, નરસિંહા સ્વામી (ભગવાન વિષ્ણુનો અડધા સિંહ, અડધા મનુષ્યનો અવતાર), ભગવાન ગણપતી અને ગજ લક્ષ્મીના વિશાળ કદના ચિત્રો છે. મંદિરને ધ્વજ સ્તંભ છે જે ૮૦ ફૂટ ઉંચો છે અને તાંબાની પતરાને સોનાથી વરખ ચઢાવેલ સાથે આવરી લીધેલ છે. મંદિર બલી પીડા મંડપમ અને મુખ મંડપમના સ્વરૂપમાં કેટલીક રસપ્રદ સંરચનાની વિશેષતાઓ પણ ધરાવે છે. આને સભાખંડ કહેવાય છે, જે વિવિધ હિંદુ દેવતાઓની સુંદર મૂર્તિઓથી સુશોભિત છે. અન્ય સંરચના જે અહીં લોકોનું ધ્યાન આકર્ષે છે તે નવગ્રહ મંડપની છત છે જ્યાં નવગ્રહને (નવ ગ્રહ) પ્રદર્શિત કર્યાં છે.

પરસાળ

પવિત્ર સ્થાનમાં પૂર્વ બાજુને વિસ્તૃત કરતાં વિશાળ પરસાળ છે જ્યાં ૩૬૫ અને એક ચતુર્થાંસ શિલ્પકૃતિના સુંદર કોતરણી સાથેના ગ્રેનાઇટ પથ્થરના સ્તંભો છે. પૂર્વ બાજુ પર મુખ્ય પ્રવેશદ્વારની બરાબર નીચે એક ભોંયતળીયું છે જે નાટક શાળા તરીકે જાણીતું છે, જ્યાં કેરલાનું શાસ્ત્રીય કલા સ્વરૂપ - કથકલી, મંદિરના વાર્ષિક દશ દિવસના તહેવાર દરમિયાન ભજવાય છે, જે મલયાલમના મીનમ અને થુલામના મહિના દરમિયાન યોજાય છે.

શ્રી પદમનાભસ્વામી મંદિર ખાતે પુજાનો સમય

સવારના કલાકો : સવારે 03:30 થી સવારે 04:45 (નિર્મલયા દર્શનમ) સવારે 06:30 થી સવારે to 07:00 સવારે 8.30 થી સવારે to 10:00 સવારે 10:30 થી સવારે to 11:10 સવારે 11:45 થી મધ્યાહન 12:00 સાંજના કલાકો : સાંજે 05:00 થી સાંજે 06:15 સાંજે 06:45 થી સાંજે 07:20

કૃપયા નોંધ લેવી કે મંદિરમાં પુજાના સમયો તહેવારના પ્રસંગ દરમિયાન બદલવાને અધિન છે.

મંદિરમાં ડ્રેસ કોડનો અમલ કરાય છે

મંદિરની અંદર માત્ર હિંદુઓને જ જવાની પરવાનગી છે. સખ્ત ડ્રેસ કોડનું પાલન થાય છે જેને મંદિરની અંદર પ્રવેશ કરવા દરમિયાન અનુસરવું જરૂરી છે. પુરુષોએ મુંડુ કે ધોતી (કમરની આજુબાજુ વિંટાળેલ કપડું જે પગની એડી સુધી લાંબુ હોય) પહેરવું જરૂરી છે અને કોઇપણ પ્રકારના શર્ટને પહેરવું જોઇએ નહીં. સ્ત્રીઓએ સાડી, મુંડુમ નેરિયથુમ (સેટ મુંડુ), સ્કર્ડ અને બ્લાઉઝ કે અડધી સાડી પહેરવી જરૂરી છે. મંદિરના પ્રવેશદ્વાર પર ધોતી ભાડેથી મળે છે. હમણાંના દિવસોમાં મંદિરના સત્તાધિકારીઓએ ભક્તોને અગવડતા ન પડે તે માટે પેંટ કે ચુડીદાર પર ધોતી પહેરવાની છૂટ આપી છે. વધુ વિગતો માટે લોગ ઓન કરો - www.sreepadmanabhaswamytemple.org

અહીં પહોંચવું

સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : તિરુવનંતપુરમ સેન્ટ્રલ, લગભગ 1 કિમી દૂર સૌથી નજીકનું હવાઈ મથક : તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લગભગ 6 કિમી દૂર છે

સ્થાન

અક્ષાંશ : 8.483026, રેખાંશ : 76.943563

મેપ

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close