વરકલા બીચ

 

સ્થાન : થિરુવનંથપુરમ જિલ્લામાં થિરુવનંથપુરમ શહેરથી ઉત્તરમાં 51 કિમી અને દક્ષિણ કેરલામાં કોલ્લમથી દક્ષિણમાં 37 કિમી દૂર છે.

વરકલા, શાંત અને નીરવ નાનું ગામ છે, જે થિરુવનંથપુરમની જિલ્લાની સીમા પર આવેલ છે. ત્યાં ઘણાં પર્યટનના આકર્ષણો છે જેમાં સુંદર બીચ, 2000 વર્ષ જૂનું વિષ્ણુ મંદિર અને બીચથી થોડાક અંતરે આશ્રમમ - શિવગિરી મઠનો સમાવેશ થાય છે.

પાપનાસમ બીચ (વરકલા બીચ તરીકે પણ ઓળખાય છે), જે વરકલાથી દશ કિમી દૂર છે, તે ખનીજ તત્ત્વના પાણી માટે પ્રખ્યાત છે. જે ઔષધ અને રોગનિવારક ગુણધર્મો ધરાવે છે તેમ મનાય છે. આ બીચના પવિત્ર પાણીમાં ડુબકી મારવાથી શરીરની અશુદ્ધિઓ જતી રહે છે અને તમામ પાપમાંથી આપણો આત્મા મુક્ત થાય છે તેમ મનાય છે; તેથી તેનું નામ ’પાપનાશમ બીચ’ છે.

બે હજાર વર્ષ જૂનું તીર્થસ્થાન જનાર્ધનસ્વામી મંદિર બીચ તરફ, થોડાક અંતરે ભેખડો પર સ્થિત છે. મહાન ધાર્મિક સુધારક અને તત્ત્વજ્ઞાની શ્રી નારાયણ ગુરુ (1856 - 1928) દ્વારા સ્થાપિત શિવગિરી મઠ પણ નજીકમાં છે. ગુરુની સમાધિ (ચિરવિરામ સ્થાન) આગળ 30 ડિસેમ્બરથી 1લી જાન્યુઆરી - શીવગિરિ તીર્થયાત્રા દરમિયાન દર વર્ષે હજારો ભક્તો અહીં એકઠા થાય છે. જ્ઞાતિ-પ્રથાના પ્રતિબંધોથી તૂટી રહેલા સમાજમાં શ્રી નારાયણ ગુરૂએ પ્રચાર કરેલ વિચાર છે : “એક જ્ઞાતિ, એક ધર્મ અને એક ઇશ્વર”.

વરકલા પ્રવાસીઓ માટે ઉત્કૃષ્ટ નિવાસ સગવડો પૂરી પાડે છે અને ઘણાં આયુર્વેદિક મસાજ કેન્દ્રો સાથે જાણીતું આરોગ્ય રિસોર્ટ બન્યું છે.

આકર્ષણો : બીચ, ખનીજ પાણીના ઝરા, શીવગિરિ મઠ અને 2000 વર્ષ જુનું વિષ્ણું મંદિર.

વરકલા અંગે વધુ વાંચો

અહીં પહોંચવું

સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન : વરકલા, લગભગ 3 કિમી દૂર સૌથી નજીકનું હવાઈ મથક : તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લગભગ 57 કિમી દૂર છે

સ્થાન

અક્ષાંશ: 8.740543, રેખાંશ : 76.716785

મેપ

District Tourism Promotion Councils KTDC Thenmala Ecotourism Promotion Society BRDC Sargaalaya SIHMK Responsible Tourism Mission KITTS Adventure Tourism Muziris Heritage

ટોલ ફ્રી નં.: 1-800-425-4747 (માત્ર ભારતની અંદર)

પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..

×
This wesbite is also available in English language. Visit Close