શું તમે કેરલાના બેકવોટર પર હાઉસબોટમાં ક્રૂઝની સફર ક્યારેય કરી છે? જો તમે ના કરી હોય, તો તમારે ચોક્કસપણે કરવી જોઇએ. આ સૌથી વધુ યાદગાર અને અદ્વિતીય અનુભવ આપે છે જે અમારું રાજ્ય તમને પ્રસ્તુત કરે છે.
હાલમાં હાઉસબોટ વિશાળ હોય છે, આનંદદાયક સફર માટે ધીમેથી ચાલતી એક્સોટિક બાર્જનો ઉપયોગ કરે છે અને હકીકતમાં જુના સમયની કેટ્ટુવલ્લમની ફરીથી કામ કરીને બનાવેલ સ્વરૂપ છે. મૂળ કેટ્ટુવલ્લમનો ઉપયોગ હજારો ટન ડાંગર અને મસાલાને લઇ જવા માટે થતો હતો. એક ધોરણસરનું કેટ્ટુવલ્લમ કુટ્ટનાડથી કોચિ બંદર સુધી ૩૦ ટન માલસામગ્રી લઇ જાય છે.
મલયાલમ ભાષામાં કેટ્ટુનો નિવાસ સંરચના તરીકે સંદર્ભ થાય છે અને ’વલ્લમ’ એટલે બોટ. આ બોટ છાપરા સાથેની બોટ હોય છે જે લાકડાના છોતરાથી આવરી લેવાય છે. બોટને નાળિયેરની કાથી સાથે ભેગી કરીને જેક-લાકડાના પાટિયા સાથે જોડીને બનાવાય છે. આને પછી ઉકાળેલ કાજૂના માવામાંથી બનાવેલ કડક કાળા ગુંદર જેવા પદાર્થની કોટ કરાય છે. સંભાળપૂર્વકની જાળવણી સાથે, કેટ્ટુવલ્લમ પેઢીઓ સુધી ચાલી લાંબું શકે છે.
કેટ્ટુવલ્લમનો એક ભાગ ક્રૂ (ખલાસીગણ) માટે રેસ્ટરુમ અને રસોડુ તરીકે ઉપયોગ કરવા વાંસ અને નાળિયેરની કાથીથી આવરી લેવાતું હતું. ભોજનને હાઉસબોટમાં બનાવાતું હતું અને બેકવોટરમાંથી તાજી રાંધેલી માછલી સાથે પીરસાતું હતું.
આ પરિવહન તંત્રને બદલે આધુનિક ટ્રક આવી ગઇ ત્યારે, લોકોએ આ બોટને રાખવા માટે નવા રસ્તા શોધ્યા, બજારમાં તેમાની મોટાભાગની તમામ બોટો ૧૦૦ વર્ષ કરતાં જુની છે. પ્રવાસીઓને રાખવા માટે વિશેષ રુમ બનાવીને, આ બોટો તેમની હાલની લોકપ્રિયતાને માણવા વિલુપ્તતાની નજદિકથી ઘણી આગળ નીકળી ગઇ.
આજે આ હાઉસબોટ બેકબોટરમાં સામાન્યપણે જોઇ શકાય છે અને એકલા અલાપ્પુઝામાં જ ૫૦૦ જેટલી હાઉસબોટ છે.
કેટ્ટુવલ્લમને હાઉસબોટમાં રૂપાંતર કરવા દરમિયાન, માત્ર પ્રાકૃતિક પ્રોડક્ટનો જ ઉપયોગ કરાય છે તેનું ધ્યાન લેવાય છે. વાંસની ચટાઇ, લાકડી અને સોપારીના લાકડાનો છાપરા માટે ઉપયોગ કરાય છે, ભોંયતળિયા માટે નાળિયેરની કાથીની ચટાઇ અને લાકડાના પાટિયાનો ઉપયોગ કરાય છે, તથા પથારી માટે નાળિયેરના ઝાડના લાકડા અને કાથીનો ઉપયોગ કરાય છે. હવેના દિવસોમાં, પ્રકાશ માટે સોલર પેનલની પસંદગી કરાય છે.
આજે, હાઉસબોટ, સજાવેલ બેડરુમ, આધુનિક ટોઇલેટ, આરામદાયક લીવિંગ રુમ, રસોડું અને માછલી પકડવા માટે એક બાલ્કની સહિત એક સારી હોટલ જેવી સમાન સગવડો આપવાનો ગર્વ લે છે. લાકડા કે ગુંથાયેલ પામના પાંદડાના વળાંકવાળા છાપરાના ભાગ ખુલ્લી જગ્યા પૂરી પાડીને છાંયડો આપે છે અને દખલરૂપ ન થાય તેવા દ્રષ્યને માણી શકો છો. જોકે મોટાભાગની બોટ સ્થાનિક નાવિક દ્વારા વાંસની દાંડી દ્વારા ચલાવાય છે, કેટલીક બોટ 40 HP એન્જીનથી ચાલે છે. બે કે વધારે હાઉસબોટને એકબીજા સાથે જોડીને બોટ-ટ્રેન બનાવીને પ્રવાસીઓના મોટા સમૂહો પણ તેમાં રહી શકે છે.
હાઉસબોટની સફર અંગે ખરેખર આશ્ચર્યજનક બાબત એ છે કે પ્રવાસી અપ્રભાવિત રમણીય દ્રશ્ય જોઇ શકે છે અને હાઉસબોટમાંથી તમે સફર કરી રહ્યા હોય તે દરમિયાન આરામદાયક રીતે કેરલાના ગ્રામ્ય વિસ્તારમાં જઇ શકો છો.
પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..