મલાબાર ચીકન બિરયાની એક માંસાહારી ભાતની ડિશ છે જે આહાર જગતમાંથી લેવાયેલી છે. આ સ્વાદિષ્ટ ભોજન કેરલામાં મલાબાર પ્રદેશનું છે જે બિરયાની ભાવતી હોય તેવા લોકોમાં ખુબ લોકપ્રિય છે.
ઘટક તત્ત્વો
બાસમતી ચોખા - 1 કિગ્રા
ચીકન - 1
બિરયાની મસાલા પેસ્ટ (લીલા મરચા, તજ, લવિંગ, વરિયાળી, ઇલાયચી, મરીનો સુક દાણા) – 4 ચમચી
લીલા મરચા - 10
આદુ લસણની પેસ્ટ - 2 ચમચી
કોથમીર - 50 ગ્રામ
ફૂદીનો - 25 ગ્રામ
દહીં - 150 મિલી
ટામેટા - 150 ગ્રામ
ડુંગળી - 1 કિગ્રા
કાળું જીરું - 1 ચમચી
તજ – 2 ટૂકડા
તજ પાંદડા - 2
કાજુ દ્રાક્ષ - 50 ગ્રામ
ઇલાયચી - 5
ઘી - 200 ગ્રામ
ધાણાજીરુ - 2 ચમચી
દુધ - 500 મિલી
કેસર - 1 ચપટી
પાણી (ભાત માટે) - 1 લીટર
રાંધવાની પદ્ધતિ
એક સોસપાનમાં (તપેલી) ઘીને ગરમ કરો; ડુંગળી નાખો અને જ્યાં સુધી સોનેરી બદામી રંગની ન થાય ત્યાં સુધી સાંતળો. ચીરી કરેલા ટામેટા તેમાં નાખો અને સાંતળો. પાનમાં, આદુ લસણની પેસ્ટ, દહીં અને બિરયાની મસાલા તથા હળદર અને ધાણાજીરું મિશ્રિત કરો. ચીકનના ટૂકડા નાખો અને સારી રીતે પકવા દો.
ચોખાને લગભગ 10 મિનિટ માટે પલાળો અને પાણી કાઢી નાખો. એક સોસપાનમાં (તપેલી) ઘીને પીગાળો અને તેમાં મસાલા, કાપેલી ડુંગળી, ફુદીનો, કોથમીર, કાજુ, દ્રાક્ષ, તજના પાંદડા નાખો અને જ્યાં સુધી બદામી રંગ ન થાય ત્યાં સુધી સાંતળો. પાણી અને દુધ ઉમેરો. જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી રાહ જુઓ અને પછી ચોખા નાખો. ઓછા તાપ પર રાખો, ઢાંકણથી પાનને ઢાંકી દો અને 15 મિનિટ માટે પકવવાનું ચાલુ રાખો.
બીજું એક સોસપાનમાં લો અને તેમાં રાંધેલા અડધા ભાતને મુકો. હવે રાંધેલા ચીકનને ભાતની ઉપર મુકો. ચીકનની ઉપર બાકીના ભાત મુકો. પાનની અંદર સામગ્રીને એક સમાન સ્તર પર ફેલાવો. ચમચીની મદદથી ભાતની અંદર ઇચ્છા પ્રમાણે કાણા પાડો અને દરેક કાણામાં થોડુંક કેસરનું દુધ રેડો. થોડીક ચમચી ઘી મુકો, ડુંગળી, કાજુ અને દ્રાક્ષને સપાટી પર તળો અને સખ્તપણે ઢાંકી દો. સ્વાદિષ્ટ મલાબાર બિરયાની ખાવા માટે તૈયાર છે.
સૌજન્ય : યુવરાની રેસિડેન્સી, કોચિન
પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..