કેરલામાં સતત વરસાદ પડતો નથી જેથી તમામ પ્રવૃત્તિઓ અટકી જાય. અહીં વરસાદ સૂર્યપ્રકાશના અંતરાલ સાથે થોડા કલાકો માટે પડે છે. પ્રસંગોપાત્ત વરસાદ થોડાક દિવસો માટે સતત પડી શકે પરંતુ સૂર્પ્રકાશ જતો રહેતો નથી. આ સોનેરી અંતરાલ જીવનના કુદરતી પ્રવાહ માટે સંતુલન પૂરું પાડે છે.
કેરલામાં મુખ્યત્વે બે વરસાદની ઋતુ છે. દક્ષિણી-પશ્ચિમી ચોમાસુ જે જૂન મહિનાથી શરૂ થાય છે જેને ઇડવાપાતિ કહેવાય છેમ, કેમ કે તે મલયાલમ કેલેન્ડરના ઇડવમ મહિનાની વચ્ચે આવે છે.
ઓક્ટોબર મહિનાની વચ્ચે ઉત્તરી-પૂર્વીય ચોમાસુ શરૂ થાય છે. મલયાલમ કેલેન્ડરમાં આ મહિનાને થુલમ કહેવાય છે અને તેથી તેને થુલાવર્ષમ કહેવાય છે એટલે ’થુલમમાં વરસાદ’. વરસાદી વાદળો બંગાળની ખાડીમાંથી ભેગા થાય છે અને પશ્ચિમી ઘાટમાં પલક્કડની ખાલી જગ્યા દ્વારા કેરલામાં પહોંચે છે. ઉત્તરી-પૂર્વીય પવનની પાંખો પર તરતા ફરતા, ધાંધલ કરતા, લહેરાતા જીવનને અનુભવવું એ જોવા માટેનું અદભૂત દ્રશ્ય છે.
કેરલાના કલાના સ્વરૂપો અત્યંત સમર્પણ અને તાલીમ ભર્યાં છે. આ મૂળ કલાના સ્વરૂપોમાં શરીરના દરેક ભાગ પર સંપૂર્ણ નિયંત્રણની જરૂર રહે છે. આ તાલીમના ભાગ તરીકે કલાકારો આયુર્વેદિક ઉપચારો કરાવે છે. સ્નાયુની લવચીકતા અને હલનચલનની નિપુણતાની ખાતરી કરવા ચોમાસાના સમય દરમિયાન કલાકારોના શરીર પર ખાસ હર્બલ તેલ અને દવાઓ લગાવાય છે.
વરસાદથી કુદરત ફરી પહેલા જેવા સ્વરૂપમાં આવી જાય છે, તે મનુષ્ય માટે પણ કાયાકલ્પ થવાનો સમય છે. આયુર્વેદ પ્રમાણે, કાયકલ્પ ઉપચાર માટે ચોમાસુ શ્રેષ્ઠ ઋતુ છે. ચોમાસાની ઋતુ દરમિયાન, વાતાવરણ રજકણ મુક્ત અને ઠંડુ હોય છે, શરીરના છિદ્રો અધિકતમ ખુલે છે, જે તેને હર્બલ તેલ અને ઉપચાર માટે સૌથી વધુ ગ્રહણક્ષમ બનાવે છે.
પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..