કેરલાના સ્મૃતિ ચિહ્નો
સ્મૃતિ ચિહ્નો વ્યક્તિના જીવનમાં વિવિધ અનુભવોના પ્રિય સંભારણા માટે બનાવાય છે. જ્યારે પ્રવાસની વાત આવે છે ત્યારે સ્મૃતિ ચિહ્નોનું મહત્વ અત્યંત વધી જાય છે, ખાસ કરીને જ્યારે લોકો કેરલા જેવા ખરેખર અદભૂત સ્થળોની મુલાકાત લે છે.
કેરલામાં, પર્યટકો વિવિધ સ્મૃતિ ચિહ્નો જુવે છે જે તેની સંસ્કૃતિ, ઇતિહાસ, કલા અને સામાજિક-ધાર્મિક પાસાઓને પ્રતિબિંબિત કરે છે. કેરલાના સ્મૃતિ ચિહ્નો પરંપરા અને સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. રાજ્ય તેના હેન્ડલુમ, સોનાના ઘરેણાં, મસાલા માટે પ્રખ્યાત છે. કેરલાના હેન્ડિક્રાફ્ટ તેની અદ્વિતીય શૈલી, સ્વરૂપની સંપૂર્ણતા અને ડિઝાઇનની લાવણ્યયા માટે જાણીતા છે.
કેરલા યાદગીરી ભેટો આકર્ષક અને હાથે બનાવેલી વીરલ વસ્તુઓની વિવિધ રેન્જમાં મળે છે. તેઓ પૈકી પ્રખ્યાત વસ્તુઓ આરન્મુલા કન્નાડી (ધાતુનો અરીસો); નાળિયેરની કાચલી, લાકડા, માટી અને નેતરમાંથી બનાવે; હાથે બનાવેલ ઉત્પાદનો; ભીત ચિત્રો તથા કસાવુ સાડી જેવી હાથ બનાવટની ઉત્પાદનોની (સોનેરી જરીવાળી સાડી).
કેરલામાં, કેરલા સરકારના પ્રવાસન વિભાગ માટેની કેરલાની યાદગીરી ભેટોને પ્રોત્સાહન આપવા સત્તાવાર એજન્સી, કલચર શૉપ્પીમાંથી ખાસ વૈવિધ્યપૂર્ણ કેરલાની યાદગીરી ભેટો પ્રવાસીઓ ખરીદી શકે છે. કલચર શૉપ્પી ખાતે, મુલાકાતીઓ ઉરુલી (વોક) (ધાતુની કડાઈ), પારા (પિત્તળનું પરંપરાગત માપવાના વાસણનો નાનો નમૂનો), કેટ્ટુવલ્લમ (ચોખાની બાર્જ), આરન્મુલા કન્નાડી (ધાતુનો અરીસો), નેટ્ટીપટ્ટમ (હાથીઓ સજાવવા માટેની ઝુલ), નેટ્ટુર પેટ્ટી (પરંપરાગત ઝવેરાત-પેટી) અને બીજી ઘણી વસ્તુઓ જેવી ભેટો અને સ્મરણ ચિહ્નો પસંદ કરી શકે છે.
વધુ વીડિયો માટે અહીં ક્લિક કરો.
પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..