અમારી પાસે એ સુનિશ્ચિત કરવા અમારા તમામ મુલાકાતીઓ માટે થોડાક પ્રવાસના સૂચનો છે જેથી તેમનો પ્રવાસ સારી રીતે ચાલે અને તેથી તેઓ ગોડ્સ ઓન કન્ટ્રીમાં શ્રેષ્ઠ સમય પસાર કરે.
પર્યટકો લાવી શકે તે વિદેશી ચલણમાં રકમની કોઇ મર્યાદા નથી.
બેન્કો કામકાજના દિવસોમાં અને પ્રથમ તથા ત્રીજા શનીવારે સવારે 10:૦૦- બપોરે 15:30 કલાક સુધી ટ્રાન્ઝેક્શન માટે ખુલ્લી હોય છે. બીજા અને ચોથા શનીવારે રજા રહેશે.
મુખ્ય હોટેલ, રેસ્ટોરેન્ટ્સ અને શોપિંગ સેન્ટર્સ મુખ્ય કેર્ડિટ કાર્ડ્સ સ્વીકારે છે.
(IST પર કલાકો આગળ (+), પાછળ (-) on) USA: -10.30, જર્મની: - 4.30, કેનેડા: - 10.30, ફ્રાન્સ: - 4.30, ઓસ્ટ્રેલિયા: + 4.30, સ્પેન: - 4.30, UAE: - 1.30, UK: - 5:30.
હાઇ સીઝન : સપ્ટમ્બર-મે ચોમાસામાં કાયાકલ્પના કાર્યક્રમો : જૂન-ઓગષ્ટ
કોટનના કપડાં; ટોપી, સનગ્લાસ, સનસ્ક્રીન લોશન વગેરે
નાર્કોટિક નશીલા ઔષધો રાખવા માટે જેલ સહિત ભારે દંડ
એવા આયુર્વેદ કેન્દ્રોમાં જાવ જેને પ્રવાસન વિભાગ દ્વારા વર્ગીકૃત કર્યા છે/મંજૂરી આપી છે. સૂચિ જોવા અહીં ક્લિક કરો
કોન્ટિનેન્ટલ, ચાઇનીઝ, ભારતીય અને વિશેષ કેરલાના આહાર સહિત તમામ પ્રકારના રેસ્ટોરેન્ટ વિવિધ વ્યંજનો પ્રસ્તુત કરે છે.
પોલીસ કન્ટ્રોલ રુમ : 100 ફાયર સ્ટેશન : 101 એમ્બ્યુલન્સ : 102, 108
હાઇવે પર મુસાફરી કરવા દરમિયાન (હાઇવે એલર્ટ નંબર) : 9846 100 100 ટ્રેનમાં મુસાફરી કરવા દરમિયાન (રેલ્વે એલર્ટ નંબર) : 9846 200 100 વેબસાઇટ : www.keralapolice.org
કેટલાક મંદિરો બિન-હિંદુઓને પ્રવેશની મંજૂરી આપતા નથી. મોટા ભાગના મંદિરો સખ્ત ડ્રેસ કોડને અનુસરે છે. મંદિરના સંકુલમાં પગરખા પ્રતિબંધિત છે.
કેરલાના કોઇપણ બીચ પર નગ્નતાની મંજૂરી નથી.
જાહેર સ્થળોએ ધૂમ્રપાન પ્રતિબંધિત છે.
કેરલાના મોટાભાગના ઘરોમાં મુલાકાતીઓ ઘરમાં પ્રવેશ કરે તે પહેલાં ઘરની બહાર તેમના પગરખાં કાઢે છે.
જાહેરમાં ભેટવું કે ચુંબન કરવું જેવી વર્તણૂક, પ્રેમનું પ્રદર્શન કેરલામાં સ્વીકાર્ય પ્રણાલી નથી.
વન્ય જીવન અભયારણ્યની મુલાકાત લેવા માટે, અભયારણ્યના સંબંધિત સત્તાધિકારી પાસેથી પૂર્વ મંજૂરી લેવાની રહે છે. વેબસાઇટ: www.forest.kerala.gov.in વધુ પૂછપરછ માટે, સંપર્ક કરો : ધ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, થિરુવનંથપુરમ 695 014, ટેલિ: + 91 471 2322217
કેરલા અંગે વધુ જાણવા માટે, કેરલા સરકારની વેબસાઇટ www.kerala.gov.in ની મુલાકાત લો
પ્રવાસન વિભાગ, કેરલા સરકાર, પાર્ક વ્યૂ, થિરુવનંથપુરમ, કેરલા, ભારત - 695 033
ફોન: +91 471 2321132, ફેક્સ: +91 471 2322279, ઇ-મેઇલ: info@keralatourism.org.
તમામ અધિકાર અબાધિત © કેરલા પ્રવાસન 2020. કોપીરાઇટ | વપરાશની શરતો | કૂકી નીતિ | અમારો સંપર્ક કરો.
ઇન્વિસ મલ્ટિમીડિયા દ્વારા બનાવેલ અને જાળવેલ..